યોગપથ (Yog Path)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
"આત્મસિદ્ધિ તથા તેને પ્રાપ્ત કરવાનાં સાધનની શોધ કરી રહેલો સમકાલીન વિચારશીલ વાચક યોગપથ પુસ્તકને એક આવકાર્ય રાહત સમાન ગણશે. અહીં વાચકને મનુષ્ય જાતિના આધ્યાત્મિક વિકાસની સૌથી પ્રાચીન પદ્ધતિ—યોગના તત્ત્વજ્ઞાન અને અભ્યાસની સ્પષ્ટ તથા ગૂઢ સમજૂતી પ્રાપ્ત થશે. શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (૧૮૯૬-૧૯૭૭) ભગવદ્ગીતામાં પ્રસ્તુત કર્યા અનુસારના યોગના તત્ત્વજ્ઞાન પર પ્રકાશ પાડે છે. ગીતામાં વર્ણવેલા દૃશ્ય અનુસાર જ્યારે પોતાની ઓળખ તથા હેતુ બાબતે ગૂંચવાયેલો અને ભ્રમિત થયેલો અર્જુન કૃષ્ણ તરફ વળે છે, ત્યારે તેઓ પોતાના સમર્થ શિષ્ય સમક્ષ “યોગપથ” પ્રગટ કરે છે. ભગવાન કૃષ્ણના ઉપદેશોનો સાર એ છે કે મનુષ્યે પોતાના જીવનને ભક્તિયોગના અભ્યાસની આસપાસ કેન્દ્રિત કરવું જોઈએ, જેમાં વ્યક્તિગત ચેતના અને પરમ ચેતના વચ્ચેના સુમેળનો સમાવેશ થાય છે. આ ઐતિહાસિક વાર્તાલાપોની શ્રેણી મારફત શ્રીલ પ્રભુપાદ ભક્તિયોગની પદ્ધતિઓના તેજસ્વી વિવરણને પ્રસ્તુત કરે છે અને યોગના આ સરળ પરંતુ સર્વનો સમાવેશ કરતા રૂપની સાર્વત્રિક રીતે લાગુ પડવાની ક્ષમતાને પ્રગટ કરે છે. તેઓ દર્શાવે છે કે જેઓ આધુનિક સમયના ભૌતિકવાદી જીવનની અંધાધૂંધી અને જંજાળમાં ફસાયેલા છે, તેઓ પણ આ સુસ્પષ્ટ અને સરળ પદ્ધતિને પોતાના મનને શુદ્ધ કરવા માટે અને પોતાની ચેતનાને આખરી સુખની અવસ્થા સુધી ઉન્નત કરવામાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકે છે."
Sample Audio