This Portal is Connected to Production Database.

Gujarati Language Pack
Thumbnail Image of શ્રીમદ્ ભાગવતમ્ એકાદશ સ્કંધ - ભાગ એક

શ્રીમદ્ ભાગવતમ્ એકાદશ સ્કંધ - ભાગ એક (Srimad Bhagavatam Ekadash Skandha - Bhag Ek)

Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

Description

શ્રીમદ્ ભાગવતમ્ એક ઐતિહાસિક તત્વજ્ઞાન અને સાહિત્યિક કૃતિ છે જે ભારતના વિપુલ લેખિત જ્ઞાનભંડારમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. ભારતના કાલાતીત જ્ઞાનની અભિવ્યક્તિ વેદો, પ્રાચીન સંસ્કૃત લખાણો થકી થઈ છે જે માનવીય જ્ઞાનનાં તમામ ક્ષેત્રોને સ્પર્શે છે. જેને મૂળે મૌખિક પરંપરામાં સાચવવામાં આવ્યા હતા એવા વેદોને સૌપ્રથમ ઇશ્વરના સાહિત્યિક અવતાર ગુણાતા શ્રીલ વેદવ્યાસે લખાણબદ્ધ કર્યા હતા. વેદોનું લખાણ પૂર્ણ કર્યા પછી શ્રીલ વેદવ્યાસે તેમના આધ્યાત્મિક ગુર‍ુદેવથી ઊંડા સત્ત્વને શ્રીમદ્ ભાગવતમ્‌ના રૂપમાં પ્રસ્તુત કરવા પ્રેરાયા હતા. ‘વૈદિક સાહિત્યવૃક્ષના પરિપક્વ ફળ’ તરીકે સુવિખ્યાત શ્રીમદ્ ભાગવતમ્ વૈદિક જ્ઞાનનું સર્વસંપૂર્ણ અને અધિકૃત વિવરણ છે. ‘ભાગવતમ્’ને ગ્રંથસ્થ કર્યા પછી વેદવ્યાસે તેમના દીકરા શુકદેવ ગોસ્વામીને તેનું જ્ઞાન આપ્યું. પછી, શુકદેવે વિરાટ ઋષિગણ સમક્ષ પવિત્ર ગંગા નદીના તટે ‘ભાગવતમ્’નું રસપાન મહારાજ પરીક્ષિતને કરાવ્યું હતું. મહારાજ પરીક્ષિત એક મહાન રાજર્ષિ અને વિશ્વસમ્રાટ હોવા છતાં, પોતાનું મૃત્યુ સાત દિવસમાં થવાનું જ્ઞાન લાધતાં જ પોતાના સંપૂર્ણ સામ્રાજ્યનો ત્યાગ કરી નિવૃત્ત થઇને તેઓ આધ્યાત્મિક બોધપ્રાપ્‍ત અર્થે ગંગાતટે પધાર્યા હતા. રાજા પરીક્ષિતના પ્રશ્નો અને શુકદેવ ગોસ્વામીના ઉજળા ઉત્તરો, જેમાં આત્મસ્વરૂપથી બ્રહ્માંડના ઉદ્‍ભવ વચ્ચેના દરેક વિષય આવરી લેવાયા છે, તે શ્રીમદ્ ભાગવતમ્‌નો મૂળ આધાર છે. આ આવૃત્તિ ‘ભાગવતમ્’નું એકમાત્ર વિગતવાર અને વિદ્વતાપૂર્ણ ટિપ્પણીઓ સહિતનું સંપૂર્ણ અંગ્રેજી સંસ્કરણ છે. અંગ્રેજી વાચકો માટે વ્યાપકપણે ઉપલબ્ધ હોય એવી આ પહેલી આવૃત્તિ છે. આ કૃતિ વિશ્વના ભારતીય ધર્મ તથા તત્ત્વજ્ઞાનના સૌથી વિખ્યાત વિદ્વાન ગુર‍ુ કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના અથાક પુર‍ુષાર્થનું સર્જન છે. તેમનું સંસ્કૃત પાંડિત્ય અને વૈદિક સંસ્કૃતિ પરની પ્રગાઢ સુપરિચિતતાના સમન્વયથી પશ્ચિમ જગતને આ અમૂલ્ય મહાકાવ્યને જાણવું સુલભ થયું છે. ભાવાનુવાદ, શબ્દશઃ પર્યાયવાચી શબ્દો, મૂળ સંસ્કૃત શ્લોકો, તેમનો રોમન અને સરળ અંગ્રેજી ભાષાંતર સાથે વિસ્તૃત વિવરણ થકી આ કૃતિ વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને સામાન્ય જિજ્ઞાસુઓને પણ પ્રભાવિત કરશે. ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ પ્રસ્તુત આ બહુસ્કંધીય વૈદિક સાહિત્ય આધુનિક માનવીના બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જીવનમાં પ્રદીર્ધકાળ સુધી નોંધપાત્ર સ્થાન ધરાવશે એ નિશ્ચિત છે.

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)