This Portal is Connected to Production Database.

Gujarati Language Pack
Thumbnail Image of શ્રી ચૈતન્ય ચરિતામૃત, મધ્ય લીલા ભાગ-૨

શ્રી ચૈતન્ય ચરિતામૃત, મધ્ય લીલા ભાગ-૨ (Sri Chaitanya Charitamrit Madhya lila Bhag-2)

Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

Description

શ્રી ચૈતન્ય ચરિતામૃત શ્રીકૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના જીવન પરનો એક પ્રમાણભૂત ગ્રંથ છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ એક તત્ત્વચિંતક, સંત, આધ્યાત્મિક ગુર‍ુ, યોગી અને દિવ્ય અવતાર હતા કે જેમણે ભારતમાં સોળમી સદીમાં એક મહાન સામાજિક અને આધ્યાત્મિક આંદોલનનો સૂત્રપાત કર્યો. તેમના ઉપદેશો સર્વોચ્ચ તાત્ત્વિક અને આધ્યાત્મિક સત્યોનો સમાવેશ કરે છે અને તેના દ્વારા વર્તમાન સમય સુધી અગણિત તત્ત્વજ્ઞાનીઓ અને અધ્યાત્મવાદીઓ પ્રભાવિત થયા છે. મૂળ બંગાળી શ્લોકો, ગુજરાતી શ્લોકો, અનુવાદ અને ભાવાર્થો સાથેનો વર્તમાન અનુવાદ એ આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘના સંસ્થાપક આચાર્ય કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનું કાર્ય છે. તેઓ ભારતીય સંસ્કૃતિ અને ધર્મના સૌથી પ્રસિદ્ધ વિદ્વાન અને પ્રચારક છે. તેઓ સૌથી વધુ વિતરિત થતી ભગવદ્‍ગીતા તેના મૂળ રૂપેના લેખક છે. શ્રી ચૈતન્ય ચરિતામૃતનું આ ભાષાંતર વર્તમાન સમયના મનુષ્યના બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિત જીવન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)