મુકુંદમાલા સ્તોત્ર (Mukund Mala Stotra)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
મુકુંદમાલા સ્તોત્ર એ રાજર્ષિ કુલશેખર દ્વારા ભગવાન કૃષ્ણને કરવામાં આવેલી પ્રાર્થનાઓ છે, જેથી તેમને ભગવાનની સેવા પ્રાપ્ત થાય. રાજા કુલશેખર એક સહસ્ત્રાબ્દ પૂર્વે ભારતમાં થઈ ગયા, તેમ છતાં તેમનું મુકુંદમાલા સ્તોત્ર આજે પણ હજી આપણને તે જ જીવંત સંદેશ આપે છે. તે એક આત્મ-સાક્ષાત્કાર પામેલા ભક્તની અનુભૂત વાણી છે કે જેઓ હૃદયપૂર્વક ભગવાનના ગુણગાન ગાય છે અને આપણને પણ તે જ રીતે કરવા માટે વિનવે છે. તેઓ સર્વ લોકોને પોકાર કરીને કહે છે કે જન્મ-મૃત્યુના ચક્રરૂપી ભયંકર વ્યાધિનો ઉપચાર અહીં છે. મુકુંદમાલા સ્તોત્ર રાજા કુલશેખરની ભગવાન કૃષ્ણ પ્રત્યેની દૃઢ ભક્તિની સરળ અભિવ્યક્તિ છે કે જે મહાન સદ્ભાગ્યને તેઓ દરેક વ્યક્તિને પ્રદાન કરવા ઇચ્છે છે.
Sample Audio