મૃત્યુનો પરાજય (Mrityu no Parajaya)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
મૃત્યુની અવસ્થાના અનુભવોએ પાછલા અમુક દાયકાઓમાં કુતૂહલ જગાડ્યું હશે, પરંતુ તેનું દસ્તાવેજીકરણ હજારો વર્ષ પહેલાં શ્રીમદ્ ભાગવતમ્માં થયું હતું. મૃત્યુની અવસ્થાનો અનુભવ આપણને શું શીખવે છે? જીવનના ગહન પ્રશ્નોની ખોજ કરી રહેલા મનુષ્યો માટે અજામિલની કથા જરૂર રસપ્રદ બની રહેશે, જેમાં અજામિલ મૃત્યુના દૂતોનો સામનો કરે છે અને ત્યાં થયેલા તીવ્ર તાત્ત્વિક તથા આધ્યાત્મિક સંવાદના અંતે તેનો છૂટકારો થાય છે. શ્રીમદ્ ભાગવતમ્માં વર્ણવેલી આ કથા ધ્યાન કરવાની તથા ભક્તિના વિજ્ઞાન ભક્તિયોગની પદ્ધતિ દર્શાવે છે, જેની મદદથી મનુષ્ય મૃત્યુના પડકારનો સામનો કરી શકે છે અને છેવટે આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે.
Sample Audio