જીવનનું મૂળ છે જીવન (Jivan num Mod Chhe Jivan)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
જીવનનું મૂળ છે જીવન એ આધુનિક વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોની અમુક માન્યતાઓ તથા સિદ્ધાંતો પરનું પૂર્વતૈયારી વિનાનું સ્વયંસ્ફૂર્ત વિવેચન છે. વિજ્ઞાને લાંબા સમયથી એમ ધારી લીધું છે અને તેણે એવા વિચારને પ્રોત્સાહન આપ્યું છે કે આપણે આપણી આસપાસ જે કાંઈ જોઈએ છીએ, તે પદાર્થનું બનેલું છે અને બધી પ્રાકૃતિક ઘટનાઓ, જેમાં જૈવિક, શારીરિક, માનસિક અને બ્રહ્માંડ વિજ્ઞાનને લગતી ઘટનાઓનો સમાવેશ થઈ જાય છે, તેને આખરે ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના નિયમો અનુસાર કાર્ય કરી રહેલા મૂળભૂત કણો જેવાં કે ઈલેક્ટ્રોન (વીજાણુ), પ્રોટોન વગેરેના સંદર્ભમાં સમજાવી શકાય છે. વીસમી સદીના સૌથી મહાન તત્ત્વજ્ઞાનીઓ અને વિદ્વાનોમાંના એક એવા શ્રીલ પ્રભુપાદ આધુનિક વિજ્ઞાનના બે મુખ્ય સિદ્ધાંતો પાછળ રહેલી આધારહીન માન્યતાઓનું વિશ્લેષણ કરે છે અને તેને ઉઘાડી પાડે છે – જીવનના ઉદ્ગમનો સિદ્ધાંત અને વૈવિધ્યપૂર્ણ જીવોના અસ્તિત્વને લગતો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત.
Sample Audio