જ્ઞાનની શોધમાં (Gyan ni Shodhama)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
આ પુસ્તક મનુષ્યના સદીઓના અસ્તિત્વના જ્ઞાનને પ્રસ્તુત કરે છે. તે તત્ત્વજ્ઞાનીઓની જિજ્ઞાસાને જાગૃત કરતા સનાતન પ્રશ્નોના ઉત્તર આપે છે. શું પરમેશ્વર, સર્જન અને મનુષ્યના અસ્તિત્વના કોયડાને ઉકેલવાનું શક્ય છે? અનેક મહાન વિચારકો આ કાર્યમાં નિષ્ફળ નીવડ્યા છે, પરંતુ સૌથી મહાન મન — ભગવાનના મન માટે એ કોયડો નથી. ભગવાનના શબ્દોમાંથી જ લઈને તથા વૈદિક શાસ્ત્રોમાંથી લઈને વૈદિક જ્ઞાનના સર્વોત્તમ વિદ્વાન એવા શ્રીલ પ્રભુપાદ તત્ત્વજ્ઞાન તથા વિજ્ઞાન પ્રત્યેના પાશ્ચાત્ય ફિલસૂફોના દૃષ્ટિબિંદુ વિશેના પ્રશ્નોના જવાબ આપે છે. આ પુસ્તક યોગ, ધ્યાન, પુનર્જન્મ તથા આત્મ-સાક્ષાત્કાર વિશેના સમયથી પર એવા જ્ઞાનને રજૂ કરે છે, જેણે આખરી સુખ તથા શાંતિની શોધ કરી રહેલા સાધકોને તેમની શોધમાં મદદ કરી છે.
Sample Audio