ધર્મ-દિવ્યતાનો માર્ગ (Dharma-Divya tano Marg)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
ધર્મ એવા જરૂરી પ્રશ્નોના ઉત્તર આપે છે કે જે દરેક યુગમાં વિચારવાના મનુષ્યો પૂછતા હોય છેઃ હું કોણ છું? મારી અત્યાવશ્યક જરૂરિયાતો કઈ છે? હું તેમને કેવી રીતે પરિપૂર્ણ કરી શકું? શ્રીલ પ્રભુપાદ લખે છે,“ દેહ અને મન એ આત્માનાં બાહ્ય અને ઉપરછલ્લાં આવરણો માત્ર છે. આત્માની જરૂરિયાતોને પૂરી કરવી રહી. આત્માની જરૂરીયાત એ છે કે તે ભૌતિક બંધનના મર્યાદિત ક્ષેત્રમાંથી મુક્ત થવા માગે છે અને પૂર્ણ સ્વતંત્રતાની તેની ઇચ્છા પૂરી કરવા માગે છે. તે આ બ્રહ્માંડની બંધિયાર દીવાલોની બહાર નીકળવા માગે છે. તે આત્માના મુક્ત પ્રકાશને જોવા ઇચ્છે છે.” તે મુક્ત પ્રકાશ અને આત્મા શું છે અને તમે તેને કેવી રીતે જોઈ શકો, તે જાણવા માટે કૃપયા ધર્મ પુસ્તક વાંચો.
Sample Audio