ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ : તેમનું જીવન અને ઉપદેશો (Pocket Edition) (Bhagavan Sri Chaitanya Mahaprabhu Tem num Jivan Ane Upadesho Pocket Size)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
પાંચસો વરસ પહેલાં સમાજની સ્થિતિ આજના જેટલી ખરાબ ન હતી. એ વખતે લોકો સંન્યાસીને માન આપતા હતા તેમ જ સંન્યાસીઓ સંન્યસ્ત-જીવનના આચારધર્મનું ચુસ્તપણે પાલન કરતા હતા. શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ કલિયુગમાં સંન્યસ્ત જીવનના ખાસ હિમાયતી ન હતા. પણ તેનું કારણ એ જ હતું કે આ યુગમાં બહુ જૂજ સંન્યાસીઓ સંન્યાસી-જીવનના આચારોનું પાલન કરી શકે છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ સંન્યાસ લઈને એક આદર્શ સંન્યાસી બનવાનો નિર્ણય કર્યો, જેથી સામાન્ય પ્રજા તેમનો આદર કરે. સંન્યાસીને માન આપવું એ દરેકનું કર્તવ્ય છે, કારણ કે સંન્યાસી બધા વર્ણો અને આશ્રમોનો સ્વામી ગણાય છે.
Sample Audio