ભગવદ્ગીતા-તેના મૂળરૂપે (Bhagavad Gita Tena Mod rupe)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
ભગવદ્ગીતા ભારતવર્ષના આધ્યાત્મિક ખજાનાના સૌથી મૂલ્યવાન રત્ન તરીકે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રીકૃષ્ણ દ્વારા તેમના અંતરંગ ભક્ત અર્જુનને કહેવાયેલી ગીતાના ૭૦૦ મુદ્દાસરના શ્લોકો આત્મ-સાક્ષાત્કારના વિજ્ઞાન વિશે નિર્ણાયક માર્ગદર્શન પૂરું પાડે છે. ખરેખર, અન્ય કોઈ ગ્રંથ મનુષ્યની વાસ્તવિક પ્રકૃતિ, તેની આસપાસનું વિશ્વ, અને છેલ્લે તેના પરમેશ્વર સાથેના સંબંધ વિશેનું જ્ઞાન પ્રદાન કરવાની બાબતે તેની બરોબરી કરી શકે તેમ નથી. વૈદિક જ્ઞાનના વિદ્વાન અને મહાન પ્રચારક તરીકે દુનિયામાં સૌથી અગ્રગણ્ય સ્થાન ધરાવતા શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ સ્વયં ભગવાન કૃષ્ણથી શરૂ થતી પૂર્ણ આત્મ-સાક્ષાત્કાર પામેલા આધ્યાત્મિક આચાર્યોની અતૂટ ગુરુ-શિષ્યપરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. આમ, ગીતાની અન્ય આવૃત્તિઓથી વિપરીત, તેઓ ભગવાન કૃષ્ણનો ગુહ્ય ઉપદેશ તેના મૂળ રૂપમાં જ રજૂ કરે છે, જે વ્યક્તિગત સ્વાર્થપ્રેરિત ફેરફારો અથવા ભેળસેળરૂપી દૂષણની છાયામાત્રથી પણ રહિત છે. ૧૬ રંગીન ચિત્રોથી પરિપૂર્ણ આ આવૃત્તિ દરેક વાચકને પ્રાચીન છતાં વર્તમાનકાળમાં સુસંગત એવા ઉપદેશોથી જરૂર પ્રબુદ્ધ બનાવશે.
Sample Audio