અન્ય ગ્રહોની સરળ યાત્રા (Anya Graho ni Saral Yatra)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
એમ કહેવાય છે કે પૂર્ણ યોગી મૃત્યુ સમયે પોતાના દેહનો ઇચ્છાનુસાર ત્યાગ કરી શકે છે અને મનની ગતિથી મુસાફરી કરીને આ ભૌતિક બ્રહ્માંડની પેલે પાર રહેલા અભૌતિક ગ્રહોમાં જઈ શકે છે. સૂક્ષ્મ આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ કરીને તમે અન્ય ગ્રહોમાં મુસાફરી કરી શકો છો અને ભગવાનની સૃષ્ટિની અદ્ભુત રચનાઓને જોઈ શકે છો. અથવા તમે ભૌતિક સૃષ્ટિની પેલે પાર સુધી મુસાફરી કરીને પોતાના સનાતન રહેઠાણ એવા કૃષ્ણના ધામમાં જઈ શકો છો. અન્ય ગ્રહોની સરળ યાત્રા પુસ્તક આપને વિશાળ બ્રહ્માંડ તેમજ આધ્યાત્મિક જગતનું વિહંગાવલોકન કરવાની તક આપે છે, જેથી તમે તમારી મુસાફરીના ગંતવ્યસ્થાનની પસંદગી બુદ્ધિપૂર્વક કરી શકો.
Sample Audio