૨૧ મી સદી અને અધ્યાત્મ (21 Mi Sadi Ane Adhyatma)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
જો કોઈને એમ પૂછવામાં આવે કે છેલ્લી અમુક સદીયોમાં મનુષ્ય જાતિની પ્રગતિ કેવી રીતે થઈ છે, તો મોટાભાગના લોકો વિજ્ઞાન અને ટેક્નોલોજી અને તેને લીધે આવેલી સગવડો તરફ આંગળી ચીંધશે. પરંતુ શું આનાથી આત્માની સુખ અને સનાતન જીવન માટેની ઇચ્છા સંતોષાય છે ? શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, જેઓ વીસમી સદીના મહાન તત્ત્વજ્ઞાની અને પ્રચારક છે, તેઓ આપણને વિનવે છે કે આત્માની વાસ્તવિક જરૂરિયાતો અને ઇચ્છાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં ન આવે. વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પણ તેમનું સ્થાન છે, પરંતુ તેના લીધે આપણે આપણા સૌથી મહત્ત્વપૂર્ણ જીવનલક્ષ્યથી વિચલિત થઈ જવું ન જોઈએ કે જે છે, આ ભૌતિક જગતની પાર જઈને આપણા આધ્યાત્મિક સ્વભાવને જાગૃત કરવો.
Sample Audio