મહારાણી કુંતીના ઉપદેશો (Maharani Kunti na Upadesho)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
પ્રાચીન ભારતના ઇતિહાસમાંના એક વિસ્ફોટરક યુગમાંથી મહારાણી કુંતીનું કરુણ તથા વીર પાત્ર ઉપસી આવે છે. કુંતી રાજા પાંડુનાં પત્ની અને પાંડવો તરીકે પ્રસિદ્ધ થયેલા સુવિખ્યાત પુત્રોનાં માતા હતાં. તેઓ પચાસ સદીઓ પૂર્વે કુરુક્ષેત્રનાં યુદ્ધમાં પરિણમેલા એક આટીંઘૂંટીવાળા રાજકીય નાટકનાં કેન્દ્રસ્થ મુખ્ય પાત્રોમાંના એક હતાં. દુર્યોધને વર્ષો સુધી કુંતીદેવીના પરિવારને પીડા આપી હતી પરંતુ કૃષ્ણે દરેક વેળા તેમનું રક્ષણ કર્યું હતું, અને યુદ્ધ પછી તેઓ ચાલ્યા જવાના હતા, ત્યારે કુંતી લાગણીવશ થઈ ગયાં અને તેમણે અંતઃકરણપૂર્વક કૃષ્ણની સ્તુતિ કરી. કુંતી કૃષ્ણનાં ફોઈ હતાં, છતાં તેઓ કૃષ્ણની મહિમામય તથા દિવ્ય સ્વરૂપસ્થિતિને જાણતાં હતાં. એક મહાન સંત સમાન ભક્તિમતી નારીનાં હૃદયના સાદા તથા બોધપ્રદ ઉભરા જેવાં આ કુંતીદેવીનાં વચનો હૃદયની અત્યંત ગહન દિવ્ય લાગણીઓ તથા બુદ્ધિના અત્યંત ગંભીર તાત્ત્વિક તથા ઈશ્વરજ્ઞાન વિષયક આકલનો દર્શાવે છે. તેમનાં વચનો ગુણાનુવાદનાં વચનો છે અને ડહાપણમાં તરબોળ દિવ્ય પ્રેમ વડે પ્રેરાયેલાં છે.
Sample Audio